પોલીસે આ મામલે દીકરાનો સાથ આપવા માટે તેની માતાની પણ ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા પણ યુવક સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેડતીનો મામલો નોંધાયો હતો. જેમાં તે જામીન પર બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ખૈરાતી બજાર નિવાસી આરોપી સચિન મિશ્રાના ઘરે તેના પિતાની પરિચિત દીકરી આવતી-જતી હતી. જેને સચિન ધર્મની બહેન કહેતો હતો. 26 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રથમ વખત તેણે ભાઇ-બહેનના સંબંધની આડમાં માસૂમને હવસનો શિકાર બનાવી હતી અને વીડિયો પણ ઉતારી લીધો હતો. જે બાદ તે વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ડરના માર્યા કિશોરી કોઈને કંઈ કહેતી નહોતી.
ત્રણ ઓક્ટોબરે આરોપીની માતાએ ઘરના મંદિરમાં જ કિશોરીને સાડી પહેરાવી લગ્ન જેવી વિધિ કરી દીધી હતી. જે બાદ કિશોરીએ શનિવારે તેના પિતાને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. રવિવારે તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. વિવિધ કલમો અંતર્ગત મામલો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીના નામે T-20માં નોંધાયો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત
અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલરનો દાવો, કહ્યું- મારી વાત માનતા જ ખતરનાક થઈ ગયો શમી