કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની પરિક્રમા કરી ત્યારે ત્યાં હાજર શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું. ત્યાર બાદ સ્થાનીય અધિકારીઓ સાથે ત્યાં ચાલી રહેલા કામકાજ અને યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીના યાત્રાને લઈને સઘન સુરક્ષા માટે એસપીજી સાથે સ્થાનિક પોલીસ નૈતાન કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 2017માં જ્યારે મંદિરના કપાટ ખુલ્યા હતા ત્યારે પીએમ મોદી પ્રથમ ભક્ત તરીકે બાબા કેદારનાથના દર્શન કરી રૂદ્રાભિષેક કર્યો હતા. તેના બાદ હવે તૈઓ ચોથી વખત કેદારનાથની મુલાકાતે ગયા છે.