નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનની બે દિવસીય યાત્રા પર આજે રવાના થશે. જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર વાર્તામાં ભાગ લેશે. આ દરમિયાન બન્ને પક્ષ દ્વિપક્ષીય, આતંરરાષ્ટ્રીય અને દેશના હિતો માટે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરશે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ વચ્ચે 27 અને 28 અપ્રેલે ચીનના વુહાન શહેરમાં શિખર સમેલન થશે.


ચીન પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘હું ચીનના વુહાનની યાત્રા પર જઈ રહ્યો છું, જ્યાં 27-28 એપ્રિલે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે અનૌપચારિક શિખર બેઠક થશે.’ પીએમ મોદીએ આગળ કહ્યું, રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વના વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરીશું અને વિચારોનું આદાન પ્રદાન કરીશું, ભારત-ચીન વચ્ચેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે.

વર્ષ 2014માં સતામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદની આ ચોથી ચીન યાત્રા છે. ડોકલામ વિવાદને લઈને બંને દેશોના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરવા માટે હાલના સમયમાં બંને પક્ષોએ ઘણા પગલા ઉઠાવ્યા છે. શિખર સમ્મેલનને લઈને શી જિનપિંગ આજે જ વુહાન શહેર પહોંચી ગયા છે. પીએમ મોદી કાલે આ શિખર સમ્મેલનમાં પહોંચશે.