અખિલ વિદ્યાર્થી સંઘ, આસામ જાતીયતાવાદી વિદ્યાર્થી પરિષદ સહિત આંદોલન કરી રહેલા સંગઠનોએ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેને ધ્યાનમાં લેતા પીએમ મોદીનો આસામ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
ખેલો ઈન્ડિયા ગેમ્સના સીઈઓ અવિનાશ જોશીએ કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ અનૌપચારિક રીતે અમને જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી કાર્યક્રમના આવી નહીં શકે જો કે અત્યાર સુધી કોઈ ઓફિશલ જવાબ મળ્યો નથી.
હવે ખેલો ઈન્ડિયાનું ઉદઘાટન આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ કરશે ઇને તેમની સાથે કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજીજુ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે સીએએના વિરોધમાં થયેલા હિંસક હુમલા બાદ ગુવાહાટીમાં 15 થી 17 ડિસેમ્બરે થનારી ભારત-જાપાન સમિટ પણ રદ કરવામાં આવી હતી. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પણ ભારત પ્રવાસ રદ કર્યો હતો.