નવી દિલ્હી: વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના લેહની મુલાકાતે જશે. અહીં લદ્દાખ યૂનિવર્સિટીની આાધારશિલા મુકશે. તેના બાદ હેલિકૉપ્ટરથી સાંબા જશે. જ્યાં પીએમ મોદી સાંબામાં એઇમ્સ(AIIMS)ની આધારશિલા મુકશે. આ પ્રવાસ દરમિયાન જમ્મુમાં 35 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન પણ કરશે. કાશ્મીર ઘાટીમાં રૂપિયા 9 હજાર કરોડના પ્રોજેક્ટની પણ આધારશિલા મુકશે.

પીએમ મોદી સાંબા જિલ્લામાં જમ્મુ-પઠાનકોટ રાજમાર્ગ પાસે વિજયપુરમાં એક રેલીને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાથે પાંચ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. જેમાં કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી આરકે સિંહ, કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, નિતિન ગડકરી અને પ્રકાશ જાવડેકર સામેલ છે. જ્યારે બીજી તરફ હુર્રિયતે પીએમ મોદી રેલી વિરુદ્ધ બંધ અને માર્ચ કાઢવાનું આહવાન કર્યું છે.

સાંબા રેલી દરમિયાન સેનાના શહીદ જવાન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. તેની વચ્ચે મોહમ્મદ હનીફ રેલીને પણ સંબોધન કરશે. પીએમ મોદી ડેલ ઝીલના કિનારે SKICC ઓડિટોરિયમમાં નવનિર્મિત સરપંચોને પણ સંબોધન કરશે