મહત્વની વાત છે કે, PM મોદી આજે રાત્રે દેશવાસીઓને સંબોધી શકે છે. આજે લોકડાઉનને લઈને PM મોદી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. તમામ રાજ્યોના CM સાથે પીએમ મોદી ચર્ચાં કરી રહ્યા છે. 21 દિવસ બાદ લોકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી ચર્ચા ચાલી રહી છે. મોટા ભાગના રાજ્યોના CM લોકડાઉન લંબાવવાની તરફેણમાં જોવા મળી રહ્યા છે.
મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં લોકડાઉનની સમીક્ષા કરી રહ્યાં છે. સરકારના જરૂરિયાતમંદોને આપવામાં આવતી રકમ અને રાશનની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે લોકડાઉન અંગે વધુ ચર્ચા થવાની સંભાવના છે. જોકે, આ બેઠક પહેલાં જ ઓરિસ્સામાં 30 એપ્રિલ અને પંજાબમાં 1 મે સુધી લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં તેલંગાણા, યૂપી, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પત્ર લખીને PM મોદીને જણાવ્યું હતું કે, લોકડાઉનનો સમય વધારવામાં આવે. જેથી કોરોના પર કાબૂ મેળવી શકાય.
144 કલમને ચાલુ રાખીને કેટલાક રાજ્યોમાં પણ લોકડાઉન લંબાવવાને લઈને કે છૂટ આપવાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. રેલવે વિભાગે કહ્યું છે કે, 15 એપ્રિલ બાદ હાલમાં રેલવે શરૂ કરવામાં આવે તેવા કોઈ સંકેત મળ્યાં નથી.