નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને આજે સંબોધન કરશે. મન કી બાત નો આ 47મો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી અને ડીડી ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવશે. આજે રક્ષાબંધનનું પર્વ હોવાથી પીએમ મોદી દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાએ આપી શકે છે. સાથે કેરળ સહિત કેટલાક રાજ્યમાં આવેલી પૂરને લઈને વાત કરી શકે છે. તે સિવાય એશિયન ગેમ્સમાં ભારતનું નામ રોશન કરનારા ખેલાડીઓને પણ શુભકામનાઓ આપી શકે છે.
આ પહેલા પીએમ મોદીએ 29 જુલાઈએ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું હતું. તે દરમિયાન પીએમ મોદી ઈકો-ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવાની અપીલ કરી હતી. સાથે તેઓએ લોકમાન્ય તિળક, ચંદ્ર શેખર આઝાર જેવા મહાન સ્વતંત્રતા સેનાનીઓને પણ યાદ કર્યા હતા.