કોર્ટે ફેસબુક અને વ્હોટસએપને કહ્યું કે, ‘તમારી 2 કે 3 ટ્રિલિયનની કંપની હશે પરંતુ લોકોની પ્રાઇવેસીની કિંમત તેનાથી વધુ છે અને લોકોને આવું માનવાનો હક છે. ભારતમાં ડેટા પ્રોટેકશનનો કાયદો બનનાર છે, જો કે તે પહેલા જ વ્હોટસએપ નવી પોલીસી લાવ્યું છે.
આ મામલો વ્હોટસએપની એ પ્રાઇવેટ પોલિસી સાથે જોડાયેલો છે. જે 2016માં આવી હતી. આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, નાગરિકોના પ્રાઇવેટ ડેટાને સુરક્ષિત રાખવા અને તેના અયોગ્ય ઉપયોગને રોકવા માટે તે કોઇ કાયદો બનાવી રહી છે.? સરકારે આ મુદ્દે જવાબ આપવો પડશે.