કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી.તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને 2 વખત જનતાએ ચૂંટ્યા તો જનતાને તેમનાથી ચોક્કસ કેટલીક અપેક્ષા હશે.
સોમવારે ખેડૂત સભાને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, “પીએમ મોદીએ, ખેડૂતના ફાયદાની, બેરોજગારી દૂર કરવાની વાતો તો બહુ કરી પરંતુ હવે તેના રાજમાં આવા કોઇ કામ થઇ રહ્યાં નથી”.
પ્રિયંકા ગાંધીએ સભામાં પીએમ મોદી સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, વર્ષ 2017મા શેરડીની કિમત ન વધી. મોદી સરકારે ખેડૂતોના બાકી રહેલાનાણાં હજું સુધી નથી ચુકવ્યા પરંતુ પોતાના માટે 16,000 કરોડના હવાઈ જહાજ ખરીદી લીધું છે. મોદી સરકાર જે નવો કાયદો લાવી છે તેનાથી માત્ર ઉદ્યોગપતિઓ જ ભલુ થશે.
કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી મોદી સરકાર પર વાર કરતા જણાવ્યું કે, “આ સાથે જ લોકો હવે પોતાની મંડીઓ ખોલી શકશે, સરકારી મંડીઓમાં ટેક્સ લેવામાં આવશે. પ્રાઈવેટ મંડીઓમાં MSP મળતો બંધ થઈ જશે. આ વ્યવસ્થાનો લાભ માત્ર ઉદ્યોગપતિને જ મળશે.
કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદી પર નિશાન સાંધતા જણાવ્યું કે, ગણતરીના 2-3 લોકોને લાભ થઈ રહ્યો છે. જે સમજી રહ્યાં છે. તેમણે કહ્યું કે,” પીએમ મોદી અમેરિકા, ચીન અને પાકિસ્તાન જઈ શકે છે પરંતુ દિલ્હીમાં બેઠેલા ખેડૂતોને નથી મળી શકતા. વડાપ્રધાન મોદીએ ખેડૂતોની મજાક ઉડાવી છે અને તેમને આંદોલનજીવી-પરજીવી ગણાવ્યા છે. મોદીજી દેશભક્ત અને દેશદ્રોહી વચ્ચેનો તફાવત નથી સમજી શક્યા”.
ખેડૂત સભા: PM મોદી દેશભક્ત અને દેશદ્વોહીનો તફાવત ન સમજી શકયા: પ્રિયંકા ગાંઘી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 04:02 PM (IST)
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી.તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને 2 વખત જનતાએ ચૂંટ્યા તો જનતાને તેમનાથી ચોક્કસ કેટલીક અપેક્ષા હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -