નવી દિલ્હી: કોંગ્રેસ ધીમે-ધીમે દેશના અલગ-અલગ રાજ્યોમાં પોતાનો ફરીથી પગ પેસારો કરવાની વ્યૂહરચના ઘડી રહી છે. સમગ્ર દેશમાં પોતાની સત્તા મજબુત કરવાનાં અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવી શકે છે. 12 માર્ચે રાહુલ ગાંધી દાંડીયાત્રા યોજી શકે છે.
12 માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી દાંડી યાત્રાનું નેતૃત્વ કરશે તેવું જાણવા મળ્યું છે. જેમાં દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે કોંગ્રેસ ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે.
દિલ્હી ખાતે કોંગ્રેસની એક બેઠક મળી હતી જેમાં ગુજરાતમાં 12 માર્ચે દાંડી યાત્રા યોજાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી મોટી દાંડી યાત્રાનું આયોજન થઈ રહ્યું છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કઈ તારીખે ગુજરાત પ્રવાસે આવી શકે છે? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2020 08:41 AM (IST)
12 માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી દાંડી યાત્રાનું નેતૃત્વ કરશે તેવું જાણવા મળ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -