પ્રિયંકા ગાંધીએ ટ્ટિટ કરી કે, ‘જ્યારે ભાજપ સરકારના જ મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે ઉશ્કેરશે, ભડકાઉ ભાષણ આપશે તો આ બધુ થવું શક્ય છે. વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે, તેઓ દિલ્હી કેવા પ્રકારની બનાવવા માંગે છે ? તેઓ હિંસા સાથે છે કે અહિંસા સાથે ? તેઓ વિકાસ સાથે છે કે અરજાકતા સાથે ? ’
કૉંગ્રેસ પ્રવતા મનીષ તિવારીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે આર્થિક મોરચે નિષ્ફળ રહ્યા બાદ હવે સરકારે દેશના ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. તેઓએ કહ્યું કે, ‘જામિયામાં જે ઘટના બની તે નફરતના માહોલ દર્શાવે છે. ધોળા દિવસે અને સેકડો લોકોની સામે ગોળીબાર દર્શાવે છે કે મોહાલ ઝેરીલો બની ગયો છે.’
જામિયા વિસ્તાર પાસે એક યુવકે પોલીસની સામે જ ફાયરિંગ કર્યું હતું જેમા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. હુમલાખોરની ઓળખ ગોપાલ તરીકે થઇ છે. સાથે જ પોતાને રામભક્ત બતાવી રહ્યો છે. પોલીસ હુમલાખોરના દાવાની સત્યતા ચકાસી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે.
જામિયા ફાયરિંગ પર અમિત શાહે કહ્યું- આ પ્રકારની ઘટનાને સાખી નહીં લેવાઈ, દોષિતને છોડવામાં નહીં આવે
ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણી રેલી દરમિયાન થોડા દિવસ પહેલા જ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે એક જનસભામાં નારેબાજી કરાવી હતી. ઠાકુરે દેશના ગદ્દારોને ...ગોળી મારો...ના નારા લગાવ્યા હતા. પ્રચારમાં ભડકાઉ ભાષણ કરવાર પર અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પ્રચાર કરવા પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર પર 72 કલાક અને ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર 96 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.