પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિનાલે શોનો એક વીડિયો શેર કરતા લખ્યું, 'અમેરિકાજ ગોટ ટેલેન્ટ તમને જીતતા જોઈ મારી આંખોમાં આંસૂ આવી ગયા. વી અનબીટેબલ, તમારા પર ગર્વ છે. તમારો જુસ્સો અને આત્મા હંમેશા અપરાજેય રહે. તમારી મોટી ફેન.'
ઉલ્લેખનીય છે કે વી અનબીટેબલ ડાન્સ ગ્રૃપમાં નાના બાળકોથી લઈને યુવાનો ડાન્સર છે. ગત વર્ષે પણ આ ગ્રૃપે અમેરિકાના આ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો, પરંતુ ખિતાબ સુધી નહોતા પહોંચી શક્યા. પરંતુ આ વખતે મુંબઈના આ ગ્રૃપે પોતાની મહેનત અને ડાન્સ સ્કિલના કારણે તમામ લોકોના હોશ ઉડાવી દીધા હતા.
જીત બાદ તેમનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણી હસ્તીઓએ તેમને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે પ્રિયંકા ગાંધીએ પણ આ ગ્રૃપની ફેન હોવાની વાત કહી છે.