નવી દિલ્લી: પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની જન્મ શતાબ્દી પર અલાહાબાદમાં આયોજિત કાર્યક્રમમાં તમામ મોટા કૉંગ્રેસી નેતાઓની સાથે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી એકદમ ઈંદિરા ગાંધીના રોલામાં જોવા મળી હતાી. પ્રિયંકાના આ અંદાજને જોઈને લાગી રહ્યું છે કે તે રાજનીતિમાં ખૂબ જ મોટી ભૂમિકામાં જોવા મળશે.

નવી હેર સ્ટાઈલમાં પ્રિયંકા ગાંધી એકદમ ઈંદિરા ગાંધીની જેવી લાગી રહી હતી. પ્રિયંકા ગાંધીને આ અવતારમાં જોઈ કૉંગ્રેસીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. અલાહાબાદના આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અલાહાબાદના આનંદ ભવનમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું ઈંદિરા ગાંધી તેમની માતા જેવા હતા. તેનાથી ભારતીય રીત- રિવાજ શિખવામાં મદદ કરી. ઈંદિરા ગાંધીની પ્રશંસા કરતા તેમણે કહ્યું તે હંમેશા ગરીબો માટેનું વિચારતા હતા. તેમના દિલમાં ગરીબો અને મહિલાઓ માટે ખાસ સ્થાન હતું.