Priyanka Gandhi Vadra Corona Positive: કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષા સોનિયા ગાંધી બાદ હવે તેની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પણ કોરોના પૉઝિટીવી થઇ ગઇ છે. પ્રિયંકા ગાંધીએ ખુદ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. તેના સંપર્કમાં આવેલા લોકોને પણ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.  


આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની બે દિવસીય લખનઉ યાત્રા (Lucknow visit)માં કાપ મુકાતા બુધવારે રાત્રે દિલ્હી (Delhi) પાછી આવી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષા સોનિયા ગાંધી કોરોના પૉઝિટીવ થઇ ગઇ છે. બતાવવામાં આવ્યુ છે કે, પ્રિયંકા ગાંધી પણ તેમના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તે લખનઉથી પાછી દિલ્હી આવી ગઇ. હવે તેનો રિપોર્ટ પણ પૉઝિટીવ આવ્યો છે. 






પ્રિયંકા ગાધી પર છે આ મોટી જવાબદારી - 
ઉત્તરપ્રદેશમાં માર્ચમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનુ નેતૃત્વ કરનારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ - લડકી હુ લડ શકતી હુ નો નારો આપ્યો હતો. અને 2024 ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીમાં નવો જીવ ફૂંકવા માટે તેના પર મોટી જવાબદારી છે. ગઇ યુપી વિધાનસભા ચૂંટણીમાં 403 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. 


આ પણ વાંચો......... 


CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા


IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


જમ્મુ કાશ્મીરમા વધુ એક નિર્દોષ ગોળીએથી વિંધાયો, અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક, ગૃહ મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય