દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું, શશિ થરૂર સામે આઈપીસી ઘારા 498A તેમજ 306 અંતર્ગત આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો ચલાવવો જોઈએ. આ મામલે દિલ્હી પોલીસ કોર્ટમાં પોતાનો પક્ષ રાખી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચર્ચા 17 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાત્રે દિલ્હીની એક હોટલના રૂમમાંથી મૃત મળી હતી. આ સમયે શશિ થરૂરના સરકારી બંગલોનું કામ ચાલુ હતું. એટલા માટે તેઓ હોટલમાં રોકાયા હતા. પોલીસે આ મામલે શશિ થરૂર સામે 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કર્યો. હાલમાં થરૂર જામીન પર છે.