દિલ્હી-કોલકાતા અને હૈદરાબાદમાં CAA-NRC વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો
સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સમર્થકો સાથે તિરંગા યાત્રા નીકાળી હતી.
પ્રદર્શનના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સીએએને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ગત શુક્રવારથી જામા મસ્જિદ પાસે જુમ્માની નમાઝ બાદ સીએએ એનઆરસીના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને નાગરિકતા રજિસ્ટરનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ પર લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
લોકો પોસ્ટર અને બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યાં છે અને માંગ કરી રહ્યાં છે કે સરકાર આ કાયદાને પરત ખેંચે.
પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ કાયદાને લઈનો વિરોધ નોંધાવ્યો છે.
પદયાત્રાને લઈને ઓવૈસીએ એલાન કર્યું કે તેઓ ચાર મીનાર પર તિરંગો લહેરાવશે.
આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકા જોડાયામાં હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી,ઓવૈસીની તિરંગા યાત્રા પદયાત્રા મીર આલમ ઈદગાહથી શાસ્ત્રીપુરમ સુધી નીકળી હતી.