નવી દિલ્હીઃ ગાંધી પરિવાર પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન બાદ લોકસભામાં ભારે હોબાળો મચી ગયો છે. હોબાળાના કારણે સંસદની કાર્યવાહી અડધો કલાક માટે રોકવામાં આવી હતી.





નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, વિપક્ષ ફક્ત વિરોધ માટે વિરોધ કરે છે. કોઇ કારણ હોય તો બતાવો. પીએમ કેયર્સ ફંડ યોગ્ય કેમ નથી. તેઓને નોટબંધી, જીએસટી, ટ્રિપલ તલાક બધુ જ ખરાબ લાગે છે. ઠાકુરે કહ્યું કે, હાઇકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટે પીએમ કેયર્સ ફંડને યોગ્ય ઠેરવ્યું છે. નાના-નાના બાળકોએ પણ દાન આપ્યું છે.

તેમણે કહ્યુ કે, નેહરૂજીએ ફંડ બનાવ્યું હતું તેનું આજ સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. તમે ફક્ત એક પરિવાર ગાંધી પરિવાર માટે ટ્રસ્ટ બનાવ્યું હતુ. સોનિયા ગાંધીને તેના અધ્યક્ષ બનાવાયા હતા. જેની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.