PM મોદી દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી NCC રેલીમાં પહોંચ્યા હતા. જ્યાં NCC કેડેટ્સે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ રેલીમાં પીએમ મોદીએ પાઘડી અને કાળા ચશ્મા પહેર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NCC કેડેટ્સની ટુકડીઓનું પણ નીરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નીરિક્ષણ કર્યા બાદ એનસીસી ટુકડીઓના માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી.


કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને એનસીસીમાં જે ટ્રેનિંગ મળી, જે જાણવા અને શીખવા મળ્યુ તેનાથી આજે દેશ પ્રત્યે મારી જવાબદારીઓ નિભાવવામાં મને તેમાંથી તાકાત મળે છે. આજે દેશ નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે ત્યારે દેશમાં એનસીસીને મજબૂત કરવા માટેના અમારા પ્રયાસો ચાલુ છે.







વધુમાં વડાપ્રધાને કહ્યું કે દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. હું કરિયપ્પા ગ્રાઉન્ડ પર ભારતની યુવાશક્તિને જોઇ રહ્યો છું જે 2047માં ભારતના 100 વર્ષ પુરા થવા પર ભવ્ય નિર્માણ કરશે અને આ ભારતમાં દેશની દીકરીઓનું મોટું યોગદાન રહેશે. મને ગર્વ છે કે હું પણ એનસીસીનો સક્રીય કૈડેટ રહી ચૂક્યો છું. હવે દેશની દીકરીઓ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઇ રહી છે. સૈન્યમાં મહિલાઓને મોટી જવાબદારીઓ મળી રહી છે. એરફોર્સમાં દેશની દીકરીઓ ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. એવામાં આપણો પ્રયાસ હોવો જોઇએ કે એનસીસીમાં પણ મોટી સંખ્યામાં દીકરીઓ સામેલ થાય. ઉલ્લેખનીય છે કે  એનસીસીની આ રેલી દર વર્ષે 28 જાન્યુઆરીએ આયોજીત કરવામાં આવે છે. આ દિવસે એનસીસીના પ્રજાસત્તાક દિવસ શિબિરનો સમાપન સમારોહ હોય છે.