નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રમૉશન અનામતના માપદંડોમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું પોતાના પહેલાના ફેંસલામાં જે અનામતના માપદંડો નક્કી કર્યા છે. તેમાં અમે છેડછાડ નથી કરી શકતા. જોકે, કોર્ટ કહ્યું કે સમય સમય પર સરકારે આ રિવ્યૂ કરવો જોઇએ કે પ્રમૉશનમાં અનામત દરમિયાન દલિતોને ઉચિત પ્રતિનિધિત્વ મળ્યુ છે કે નહીં.


જસ્ટિસ નાગેશ્વર રાવની અધ્યક્ષતા વાળી જજોની બેન્ચે કહ્યું કે, પહેલાના ફેંસલામા નક્કી અનામતની જોગવાઇઓ અને માપદંડોને હલકામાં નહીં કરવામાં આવે. જોકે, કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય પોત પોતાની સેવાઓમાં એસસી એસટી માટે અનામતના અનુપાતમાં સમુચિત પ્રતિનિધિત્વને લઇને નક્કી સમય અવધિ પર રિવ્યૂ જરૂર કરશે. પ્રમૉશનમાં અનામતથી પહેલા ઉચ્ચ પદો પર પ્રતિનિધિત્વના આંકડા એકઠા કરવા જરૂરી છે.  જજોની બેન્ચે કહ્યું કે, પહેલાના ફેંસલામા નક્કી અનામતની જોગવાઇઓ અને માપદંડોને હલકામાં નહીં કરવામાં આવે.


સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના અધિકારીઓ-કર્મચારીઓને પ્રમૉશનમાં અનામતને લઇને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2021માં પોતાનો ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. 


આ પણ વાંચો...........


TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................


WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર


રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?


LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે