મહાના લેખક, સંગીતકાર, નાટ્યકાર, અભિનેતા અને નિર્માતા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેની આજે 101મીં જયંતી છે. કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે 1990માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગૂગલે ખાસ ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. ગૂગલના ડૂડલમાં પીએલ દેશપાંડે હારમોનિયમ વગાળતા નજર આવી રહ્યાં છે. અને તેના પર ‘પુલ ’ લખેલું છે.


પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેનો જન્મ 8 નવેમ્બર 1919ના રોજ મુંબઈમાં થયો હતો. પુલ દેશપાંડે મરાઠીના જાણીતા લેખક હતા. તેની સાથે તેઓ અભિનેતા, સંગિતકાર અને ડાયરેક્ટર પણ હતા. તેમનું નિધન 80 વર્ષની વયે 12 જૂન 2000માં થયું હતું. પુરુષોત્તમ દેશપાંડેએ મરાઠી સિવાય હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
પુરુષત્તમ દેશપાંડે થોડાક વર્ષો સુધી કર્ણાટકના રાની પાર્વતી દેવી અને મુંબઈની કીર્તિ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી . તે સમયે દૂરદર્શનની શરુઆત થઈ હતી, જ્યાં દેશપાંડેએ કામ કર્યું અને તેઓ પહેલા વ્યક્તિ બન્યા જેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું ઈન્ટરવ્યૂ લીધું હતું.