Puducherry Express: ભારતીય રેલ્વે(Indian Railway)ની દાદર-પુડુચેરી એક્સપ્રેસ 11005 (Puducherry Express) સાથે મોટો અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર માટુંગા રેલવે સ્ટેશન (Matunga Railway Station)પર તેના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલ્વેએ અત્યાર સુધી કોઈ જાનહાનિની માહિતી આપી નથી. જોકે, ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં આ લાઇન પર દોડતી અન્ય ટ્રેનોનું સંચાલન ઠપ થઈ ગયું છે. સાથે જ ટ્રેનમાં બેસેલા મુસાફરોમાં હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રેક બદલતી વખતે બન્ને એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાયા હતા, જેને લીધે ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા.