નવી દિલ્હીઃ કોરોનાકાળમાં ઝઝૂમ્યા બાદ હવે દેશના આ એક નાના રાજ્યોએ પોતાના પ્રદેશમાં દારુની કિંમોતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પોંડુચેરી સરકરારે દારુની કિેંમતોમાં 20 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અનુસાર અહીં દારુની વધેલી કિંમતો આજથી લાગુ થઇ જશે. જોકે હજુ પણ તામિલનાડુ અને કર્ણાટકા સહિતના કેટલાય રાજ્યોની સરખામણીમાં અહીં દારુની કિંમતો એકદમ ઓછી છે. પોંડુચેરીની અર્થવ્યવસ્થા મોટાભાગની પર્યટન પર નિર્ભર રહે છે. આને ધ્યાનમાં રાખતા આ વર્ષે એપ્રિલમાં પોંડુચેરી સરકારે દારુ પર લાગેલો સ્પેશ્યલ કૉવિડ ટેક્સ્ટને હટાવી દીધો છે. આ પછી આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારુના રેટમાં કમી  કરવાની અનુમતિ મળી ગઇ હતી. રાજ્ય સરકારે હવે ફરી એકવાર કિંમતો વધારવાનો ફેંસલો કર્યો છે. 


ઉપરાજ્યપાલ તમિલિસાઇ સુંદરરાજનને આપી હતી મંજૂરી- 
રાજ્યની એક્સાઇઝ વિભાગની સ્પેશ્યલ એક્સાઇઝ ડ્યૂટીને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. 7 એપ્રિલે ઉપરાજ્યપાલ તમિલિસાઇ સુંદરરાજને આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પછી અહીં દારુની કિંમતો એકદમ ઓછી થઇ ગઇ હતી. ઉપરાજ્યપાલે સ્પેશ્યલ એક્સાઇઝ ડ્યૂટીને રદ્દ કરતા તમામ પબ, દારુની દુકાનો અને રેસ્ટૉરન્ટને સુરક્ષા નિયમોનુ પાલન કરવાનો આદેશ આપી દીધો હતો.  


ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા જાહેર કરવામા આવેલી પ્રેસ નૉટ અનુસાર, ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળ્યા બાદ સ્પેસ્શય ડ્યૂટી હટાવી લેવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે હવે ફરી એકવાર કિંમતો વધારવાનો ફેંસલો કર્યો છે. 


કોરોનાના કારણે આ માટે લગાવવામાં આવી હતી સ્પેશ્યલ એક્સાઇઝ ડ્યૂટી- 
કોરોના મહામારી દરમિયાન પર્યટક ખાસ કરીને તામિલનાડુથી પોંડુચેરીમાં ઓછા લોકો અવરજવર કરી શકે એ વાતને ધ્યાનમાં રાખતા પોંડુચેરી સરકારે ગયા વર્ષે મેમાં દારુ પર સ્પેશ્યલ એક્સાઇઝ ડ્યૂટીને લગાવવાનો ફેંસલો કર્યો હતો. આ પછી દારુની કિંમત પાડોશી રાજ્યોના જેટલી જ થઇ ગઇ હતી. કોરોના કાળમાં દારુનુ વેચાણ લગભગ દરેક જગ્યાએ બંધ હતુ