નવી દિલ્હીઃ ભારતીય સેનામા વધુ 147 મહિલાઓને કાયમી નિમણૂક કરવામાં આવી છે. ભારતીય સેના દ્વારા બુધવારેઆ અંગે એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપવામાં આવી છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પરમેનેંટ કમીશન આપવાના નિયમો પર સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મહિલાઓને પરમેનેંટ કમીશન માટે જે પ્રકારના નિયમો બનાવાયા છે તે તર્કહીન છે. કોર્ટે કહ્યું કે આપણે સમજવું પડશે કે સમાજનું તંત્ર પુરુષો દ્વારા અને પુરુષો માટે જ બનાવાયું છે.
સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા તેના ફેંસલામાં તમામ સેવારત શોર્ટ સર્વિસ કમીશન મહિલા અધિકારીઓને પરમેનેંટ કમીશન આપવાનું કહ્યું હતું.
કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શું કરી અપીલ ?
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બજારો તથા પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સચેત કર્યા છે. તેમણે કહ્યું કે ભીડ પર નિયંત્રણ રાખવા જિલ્લા તથા સ્થાનિક અધિકારીઓ કડક નિર્દેશ જાહેર કરે, જેથી કોવિડ-19ને ફેલાતો રોકી શકાય. ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પ્રવાસન સ્થળો તથા બજારોમાં માસ્ક પહેર્યા વગર અને કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
એડવાઇઝરીમાં રાજ્ય સરકારોને કોવિડ-19 ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરાવવાની સલાહ આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અને મામલા ઘટ્યા બાદ અનેક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોમાં હવે રાહત આપી છે. જે બાદ પર્યટન સ્થળો, મોલ તથા બજારો જેવા સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સ રાખે છે કે ન તો કોરોના પ્રોટકોલનું પાલન કરી રહ્યા છે.
એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ સંબંધિત યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આ જગ્યા પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવાશે અને ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ઉપરાંત એમ પણ જણાવાયું છે કે કોવિડની બીજી લહેર હજુ ખતમ થઈ નથી.
દેશમાં શું છ કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ આવ્યા છે. જ્યારે 624 લોકોના મોત થયા હતા અને 41,000 દર્દી સાજા થયા હતા. દેશમાં કુલ રસીકરણનો આંકડો 38,76,97,935 પર પહોંચ્યો છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 37,14,441 ડોઝ આપવામાં આવ્યા હતા.