નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બુધવારે મોદી સરકારે 118 વિદેશી મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં મોટાભાગની એપ્સ ચાઈનાની છે. હવે ભારત સરકારના આ નિર્ણય પર ચીન ભડક્યું છે અને તેણે પ્રતિક્રિયા આપી છે
ન્યૂઝ એજન્સી રૉયટર્સે ચીનના કોમર્સ મિનિસ્ટ્રીના હવાલાથી કહ્યું કે, “મોબાઈલ એપ્સ પર ભારતના એપ્સ પર પ્રતિબંધનો નિર્ણય ચીની રોકાણકારો અને સેવા આપનારાઓના કાયદાકીય હિતોનું ઉલ્લંઘન કરે છે. ચીન આ મુદ્દે ગંભીર રીતે ચિંતિત છે અને તેનો વિરોધ કરે છે.”
માહિતી અને ટેક્નોલોજી મંત્રાલાય દ્વારા બુધવારે પબજી સહિત 118 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, આ એપ્લિકેશન્સ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પૂર્વગ્રહયુક્ત છે. તેમાં સુરક્ષા, દેખરેખ અને ભારતીય યુઝર્સની સૂચનાઓની પ્રાઈવસી સંબંધિત સમસ્યાઓ હતી.
માહિતી અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભારત એવો દેશ છે, જ્યારે મોબાઈલ એપ સર્વાધિક ડાઉનલોડ કરવામાં આવે છે. હવે સરકારે‘મેડ ઈન ઈન્ડિયા’ એપ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરુ કરી દીધું છે.
ચીનની કંપનીઓ સંબંધિત જે એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવાયો છે, તેની સંખ્યા વધીને 224 થઈ ગઈ છે.
PUBG Ban: પબજી સહિત 118 એપ્સ પર પ્રતિબંધ લગાવતા ચીન ભડક્યું, જાણો શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 03:55 PM (IST)
માહિતી અને ટેક્નોલોજી મંત્રાલાય દ્વારા બુધવારે પબજી સહિત 118 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -