જમ્મુ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે પોલીસ અને સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશનને પાર પાડ્યું હતું. પુલવામાના જદુરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે અથડામણ શરૂ થઈ હતી. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન શરૂ છે.
આ પહેલા કાશ્મીરમાં એક પંચાયત સદસ્યની હત્યા માટે જવાબદાર બે આતંકવાદીઓ શુક્રવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણમાં ઠાર કરવામાં આવેલા ચાર આતંકવાદીઓમાં સામેલ હતા. અલ બદર જિલ્લા કમાન્ડર શકૂર રાથર અને તેનો સાથી કિલ્લૂર વિસ્તારમાં અથડામણ દરમિયાન ઠાર કરવામાં આવેલા ચાર આતંકવાદીઓમાંથી હતા. કિલ્લૂરમાં આતંકવાદીઓની હાજરી વિશે જાણકારી મળ્યા બાદ પોલીસ અને સેનાની એક સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. એક આતંકવાદીએ અથડામણ દરમિયાન આત્મસમર્પણ કરી દિધુ હતું.
જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે શુક્રવારે એક આતંકવાદી ઠેકાણાનો ભાંડાફોડ કર્યો હતો. પોલીસે કહ્યું કે અવંતીપોરાના તાકિયા ગુલાબબાગ ત્રાલ વિસ્તારામાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓની હાજરી વિશે જાણકારી મળતા સેના અને સીઆરપીએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે કહ્યું કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકી સંગઠન જેએમએમના એક ઠેકાણાનો ભાંડાફોડ કરવામાં આવ્યો, બાદમાં તેને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. સંયુક્ત ટીમે સ્થળ પરથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો, તપાસ માટે તેને કબજામાં લેવામાં આવ્યું હતું.
પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જદુરા વિસ્તારમાં 3 આતંકવાદીઓને કર્યા ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 09:05 AM (IST)
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે પોલીસ અને સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશનને પાર પાડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -