હાલ દેશના ઘણા ભાગોમાં હળવાથી લઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે દેશના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે મુંબઈના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન વિભાગે શનિવારે એટલે આજે યલો એલર્ટ જારી કર્યું છે. આજે મુંબઈના પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર અને વિદર્ભ પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની આગાહી છે.


હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે, 3 સપ્ટેમ્બર સુધી સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી શકે છે. ત્યાર બાદ બંગાળના અખાતમાં ૧૦ સપ્ટેમ્બર સુધી હવાનું નીચું દબાણ સરજાવાની શક્યતા ના હોવાથી વરસાદ ઘટી શકે છે.

હવામાન વિભાગે શનિવારે એટલે આજે યલો એલર્ટ આપ્યું છે. આજે મુંબઈના પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર અને વિદર્ભ પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની આગાહી છે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત જ્યાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસશે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે.