નવી દિલ્હી: પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ પર મોટી કાર્યવાહીના સમાચારો આવી રહ્યાં છે. ભારતના 12 મિરાજ 2000 જેટએ પાકિસ્તાનમાં 1000 કિલોમાં બૉમ્બ ફેંક્યા છે. જોકે અત્યાર સુધી ભારતીય વાયુસેના તરફથી સ્પષ્ટ કરવામાં આવી છે. બીજી સર્જીકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ પણ અજીત ડોભાલ છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.


ભારતીય સૈન્યએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને આતંકવાદીઓને ઠાર કરવા કરેલ બીજી સર્જિકલ સ્ટ્રાઈકની દેશભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ત્યારે એ વાત મહત્વપૂર્ણ બની રહે છે કે, આ સમગ્ર ઓપરેશનના હીરો ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) અજીત ડોભાલ છે. અજીત ડોભાલના નેતૃત્વમાં આ સર્જીકલ સ્ટ્રાઈક પાર પાડવામાં આવી હતી. અજીત ડોભાલે પાકિસ્તાની આતંકવાદી વિરૂદ્ધના આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 


ભારતના NSA અજીત ડોભાલને સ્પાઈ વર્લ્ડમાં ‘રિયલ જેમ્સ બોન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ડોભાલ ભારતના એક માત્ર એવા પોલીસ ઓફિસર છે, જેમને કીર્તિ ચક્ર મળ્યું છે. ડોભાલને ગેલેન્ટ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. ગુપ્તચર તરીતે ડોભાલને સાડા ત્રણ દાયકા કરતા વધુનો અનુભવ છે.



અંડરકવર એજન્ટ અજીત ડોભાલ 1968ની કેરલ બેંચના આઈપીએસ ઓફિસર છે. ફોર્સ જોઈન કર્યાં બાદ તેમણે જાસૂસીની દુનિયામાં પગ મુક્યો હતો. આપને જાણીને રોમાંચ થશે કે, અજીત ડોભાલ પાકિસ્તાનમાં 6 વર્ષ સુધી અંડરકવર એજન્ટ રહી ચૂક્યા છે અને તેઓ પાકિસ્તાની ઉર્દુ સહીત દુનિયાની કેટલીય ભાષાઓમાં માહેર છે.



પૂર્વોત્તરમાં સફળ કામગીરી 1986માં અજીત ડોભાલે ભારતના પૂર્વોત્તરમાં ઉગ્રવાદીઓ વિરૂદ્ધ સફળ સ્પાય મિશન ચલાવ્યું હતું. એ ઓપરેશન હેઠળ ડોભાલે ઉગ્રવાદી સંગઠન લાલડેંગાના 7માંથી 6 કમાન્ડર્સને ભારતના પક્ષમાં કરી લીધા હતા. ત્યાર બાદ ઉગ્રવાદીઓ ભારત સાથે વાતચીત કરવા ઘૂંટણીએ પડી ગયા હતા.