નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં ગુરુવારે બપોરે થયેલ અત્યાર સુધીના સૌથી મોટા આત્મઘાતી હુમલામાં 39 જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ એનાઈએને સોંપવામાં આવી છે. આ હુમલા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલોની કેબિનેટ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક 55 મિનિટ સુધી ચાલી હતી. બેઠક  પછી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસને બ્રિફ કર્યું હતું. જેમાં જાહેરાત કરી હતી કે, ભારતે પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનને દુનિયામાં બેનકાબ કરીશું. દેશ પર આ સૌથી મોટો હુમલો છે. આતંકી હુમલાના આરોપીઓ અને મદદગારને છોડવામાં નહીં આવે.  ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર જવા રવાના થયાનું પણ જણાવ્યું હતું.



સૂત્રોએ જાણકારી આપતા જણાવ્યું કે આ બેઠકમાં પુલવામા ફિદાયિન હુમલાની ઘટનાને લઇને છે જેમાં 39 જેટલા જવાનો શહીદ થયા છે. સીસીએસની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે તથા રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને વિત્ત મંત્રી આમાં સામેલ થાય છે. સીસીએસ સુરક્ષા અને સ્ટ્રેટેજીક મુદ્દાઓ પર નિર્ણય કરે છે. તો ગૃહમંત્રી રાજનાથ સિંહ શુક્રવારનાં રોજ શ્રીનગર જઇને સ્થિતિનો તાગ મેળવશે. સિંહ વરિષ્ઠ સુરક્ષા અને પોલીસ અધિકારીઓ સાથે જમીની સ્તર પર સમીક્ષા અને અભિયાનને લઇને નિરિક્ષણ કરી શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા જમ્મૂમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.



Pulwama Attack: હુમલા પછી સરકાર પાકિસ્તાનને કેવી રીતે આપી શકે છે જવાબ? જુઓ વીડિયો



Pulwama Attack: PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક શરૂ, સરકાર શું લેશે સ્ટેન્ડ? જુઓ વીડિયો


Pulwama Attack: આતંકીઓ હુમલા સમયે કઈ રીતે હતા એકબીજાના સંપર્કમાં? જુઓ વીડિયો


કાશ્મીરમાં આતંકીઓએ આર્મીની બસને કેવી રીતે બનાવી નિશાન? દ્રશ્યો કરી શકે છે વિચલિત


કાશ્મીરમાં આર્મીની બસ પર થયેલા આતંકવાદી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ વીડિયો


કાશ્મીરમાં જવાનો પર આતંકી હુમલા મુદ્દે તોગડિયાએ PM મોદી પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો