નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવનો માહોલ છે. પુલવામાં હુમલા બાદથી જ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે કે, પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના ફિરોઝપુરમાં બીએસએફે એક જાસૂસની ધરપકડ કરી છે. પકડવામાં આવેલ પાકિસ્તાની જાસૂસ ભારત-પાકિસ્તાન સરહદની તસવીરો લઈ રહ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ તેની ધરપકડ કરી.


જાણકારી પ્રમાણે ઝડપાયેલ જાસૂસ પાસે પાકિસ્તાની સિમ કાર્ડ અને કેમેરા મળ્યો છે. તેનો મોબાઇલ નંબર પાકિસ્તાન સાથે જોડાયેલા આઠ સમૂહો સાથે જોડાયેલો છે. તેની પાસેથી છ અન્ય પાકિસ્તાની નંબર પણ મળી આવ્યાં છે.