Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.  તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે કંઈક ખોટું થવાનું છે. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ તેમને કોઈ લોભ નથી. તેઓ પંજાબ અને પંજાબી માટે લડી રહ્યા છે. રઝિયા સુલ્તાના નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાના પત્ની છે.



મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોકલેલા તેમના રાજીનામા પત્રમાં રઝિયા સુલ્તાનાએ કહ્યું કે તે નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી રહી છે. તેણીએ કહ્યું કે તે પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.


પંજાબમાં ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળમાં હજુ બે દિવસ પૂર્વે જ કેબિનેટ પ્રધાન તરીકે જોડાયેલા રઝીયા સુલતાને (Razia Sultan) પણ મંત્રીમંડળમાંથી રાજીનામુ ધરી દિધુ છે. રાજીનામુ આપતા, કોંગ્રેસમાં જૂથવાદ વ્યાપકપણે ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. રઝીયા સુલતાન, નવજોતસિંહ સિદ્ધુના સ્ટેટેજિક એડવાઈઝર અને પૂર્વ આઈપીએસ અધિકારી મોહમંદ મુસ્તફાના પત્નિ છે.


પંજાબ કોંગ્રેસમાં રાજકીય ગરમાવો છે. નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દિધા પછી એક રાજીનામુ સરકારમાંથી એક બીજુ રાજીનામુ પક્ષના સંગઠનમાંથી આવ્યુ છે. સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસનુ પદ છોડયાની ગણતરીની મિનિટોમાં, પાર્ટીના કોષાધ્યક્ષ ગુલઝાર ઈન્દર ચહલે (Gulzar Inder Chahal) પણ રાજ્યમાં રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જ, ગુલઝાર ઈન્દર ચહલને ઔપચારીક રીતે પંજાબ કોંગ્રેસ સમિતિના ખજાનચી ( Treasurer of the Punjab Congress Committee ) તરીકે સાત દિવસ પહેલા 21 સપ્ટેમ્બરે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચહલની સાથેસાથે પરગટ સિંહ અને યોગિન્દર પાલ ઢીંગરાને પણ, પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા હતા.


સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપતા કહ્યું હતું કે પંજાબના ભવિષ્ય સાથે ક્યારેય સમાધાન કરી શકે નહીં. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના રાજીનામાની જાહેરાત ટ્વિટર મારફતે કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં જણાવ્યુ હતું કે, ‘કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે, હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે સમાધાન કરી શકતો નથી, તેથી હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. પરંતુ હું કોંગ્રેસનુ કામ કરવાનું ચાલુ રાખીશ.