Punjab News: પંજાબમાં એક કરતાં વધુ પેન્શન આપતો દાયકાઓ જૂના કાયદાને ખત્મ કરી દેવામાં આવ્યો છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ' one MLA one Pension'  કાયદાને મંજૂરી આપી દીધી છે. પંજાબમાં માન સરકાર દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.






એટલે કે હવેથી ધારાસભ્યોને એક ટર્મ માટે જ પેન્શન મળશે. આ અંગેની માહિતી આપતાં મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું હતું કે  'મને પંજાબીઓને જણાવતા ખૂબ જ આનંદ થઇ રહ્યો છે કે માનનીય રાજ્યપાલ જીએ ' one MLA one Pension' બિલને મંજૂરી આપી દીધી છે. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આનાથી જનતાના ટેક્સની ઘણી બચત થશે.






 


250 ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શન સેવાનો લાભ લઈ રહ્યા છે


એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ કોઈપણ ધારાસભ્યને પેન્શન તરીકે 75 હજાર રૂપિયા મળે છે. ત્યારબાદ આગામી કાર્યકાળ માટે એ 75 હજાર સિવાય 66 ટકા પેન્શન રકમ મળે છે. આ બિલ પહેલા નિયમ એ હતો કે જો કોઈ ધારાસભ્ય પાંચ વખત ચૂંટણી જીતે છે તો તે પાંચ વખત પેન્શન સેવાનો લાભ મળતો હતો. હાલમાં લગભગ 250 પૂર્વ ધારાસભ્યો પેન્શન સેવાનો લાભ લઈ રહ્યા છે. આ નવો કાયદો લાગુ થયા  બાદ હવેથી એક ધારાસભ્યને માત્ર એક જ પેન્શન મળશે.


 


SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી


Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ


CRIME NEWS : સરકારી યોજનાનો લાભ આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ ડોક્ટર સહીત 7 આરોપીઓની ધરપકડ


KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી