નવી દિલ્હી: કોરોના વાયરસના ખતરાના કારણે પંજાબમાં લાગુ કરવામાં આવેલ કર્ફ્યૂને બે અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યું છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે તેની જાહેરાત કરી છે. જો કે, તેઓએ કહ્યું કે, રાજ્યમાં સવારે સાત થી સવારે 11 વાગ્યા સુધી ચાર કલાક માટે છૂટ આપવામાં આવશે.


પંજાબમાં આ પહેલા 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. જેને હવે લંબાવી દેવામાં આવ્યું છે. સવારે ચાર કલાક માટે ઘરની બહાર જઈ શકાશે અને દુકાનો ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, દુકાનો ખોલવા માંગીએ છે અને ઈન્ડસ્ટ્રી ચલાવવા માંગીએ છે પરંતુ સંપૂર્ણ છૂટ આપવાનો હાલ સમય નથી. કોરોના વાયરસથી બચવા માટે હાલમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ જ એક રસ્તો છે.



પંજાબમાં કોરોનાના અત્યાર સુધી કુલ 358 દર્દીઓ સામે આવ્યા છે જ્યારે મૃતકોની સંખ્યા 19 છે.