લુધિયાણાઃ પંજાબના કેપ્ટન અમરિંદર સંહની સાંસદ પત્ની પરનીત કૌર સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સંસદ સત્ર દરમિયાન આ ઘટના બની હતી. એક વ્યક્તિએ ખુદને એસબીઆઈનો બેંક મેનેજર બતાવી 23 લાખની ઠગાઈ કરી હતી. એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડ્યાનો મેસેજ જોઈને પરનીતના હોશ ઉડી ગયા અને તેણે તરત જ પોલીસને સૂચના આપી હતી.


પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અઠવાડિયા પહેલા સંસદ સત્ર દરમિયાન અતાઉલ અંસારી નામના વ્યક્તિએ ખુદને બેંક મેનેજર ગણાવી પંજાબના કેપ્ટન અમરિંદર સિંહની સાંસદપત્નીને જાળમાં ફસાવી હતી. જે બાદ સાઈબર ક્રાઈમ દ્વારા તેના એકાઉન્ટમાંથી 23 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ઠગાઈ દરમિયાન આરોપીએ પરનીત પાસે ઓટીપી નંબર માંગ્યો હતો. આ પહેલા આરોપીએ એટીએમ નંબર અને તેની પાછળ લખવામાં આવેલો સીવીવી નંબર પણ પૂછી લીધો હતો. જે બાદ તેણે તરત જ પરનીતના ખાતામાંથી 23 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

ખાતામાંથી રૂપિયા ઉપડ્યાનો મેસેજ જોઈ સીએમના પત્નીના હોશ ઉડી ગયા હતા. આ અંગે તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. મુખ્યમંત્રીની પત્નીનો મામલો હોવાથી પંજાબ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં આ કૃત્ય ઝારખંડના જામતાડાથી થયું હોવાનું સામે આવ્યું હતું. પંજાબ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને કાર્યવાહી શરૂ કરી. જિલ્લાના એસપી અંસુમન કુમારે જણાવ્યું કે સાઈબર અપરાધી અતાઉલ અંસારીને પંજાબ પોલીસે રિમાન્ડ પર લીધો હતો. આ મામલે 3 ઓગસ્ટના રોજ પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાના આ બોલરને એક વર્ષ બાદ રમવાનો મળ્યો મોકો, 3 વિકેટ લઈને રચી દીધો ઈતિહાસ, જાણો વિગત

‘હવે તું મારા બનેવી સાથે ઘર કરીને રહેજે’, આડાસંબધની શંકામાં પતિએ પત્નીને કહ્યું આમને પછી......

સુષ્મા સ્વરાજના આ નિર્ણય બાદ પતિએ કહ્યું હતું, મેડમ, હું તમારી પાછળ 46 વર્ષથી દોડી રહ્યો છું હવે......