Punjab Elections 2022: પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમારી પસંદગીની ચેનલ એબીપી ન્યૂઝ સી વોટર સાથે મળીને દર સપ્તાહમાં ચૂંટણી રાજ્યોમાં સર્વે કરી રહ્યું છે. પંજાબમાં આગામી વર્ષે કોગ્રેસ, ભાજપ અને આપમાં કોની સરકાર બનશે? અને કોણ છે મુખ્યમંત્રીના પદ માટે લોકોની પસંદ?
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે પંજાબમાં ચૂંટણીમાં કોણ જીતશે? જેના જવાબમાં 27 ટકા લોકોએ કોગ્રેસના પક્ષમાં મત આપ્યો હતો જ્યારે 29 ટકા લોકોએ આપ પાર્ટીના પક્ષમાં મત આપ્યો હતો. જ્યારે 10 ટકા લોકો ઇચ્છે છે કે અકાલી દળની સરકાર બને. જ્યારે ફક્ત એક ટકા લોકો માને છે કે પંજાબમાં ભાજપ ચૂંટણી જીતશે. જ્યારે 25 ટકા લોકોએ કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે સર્વેમાં એક ટકા લોકો માને છે કે રાજ્યમાં અન્ય ચૂંટણી જીતશે તો સાત ટકા લોકો માને છે કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનશે.
ABP Cvoter Survey અનુસાર મુખ્યમંત્રીના ચહેરાને લઇને લોકોને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો 32 ટકા લોકોએ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીને પસંદ કર્યા હતા. જ્યારે 24 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલ, બે ટકા લોકોએ કેપ્ટન અમરિંદર સિંહ, 17 ટકા લોકોએ સુખબીરસિંહ બાદલ, 13 ટકા લોકોએ ભગવંત માન અને પાંચ ટકા લોકોએ નવજોત સિંહ સિદ્ધુ અને સાત ટકા લોકોએ અન્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પંજાબ પર આ સર્વે સાત ડિસેમ્બરથી 13 ડિસેમ્બર વચ્ચે કરાયો હતો. જેમાં 5687 લોકોને મત લેવાયો હતો.
ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો
Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત
Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ