ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય સિંઘલા(punjab health minister vijay singhla)ને રાજ્ય કેબિનેટમાંથી બરતરફ કર્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને(cm bhagwant mann ) કહ્યું કે સિંઘલાએ ટેન્ડરોમાં કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરી હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી માને પોલીસને તેમની સામે કેસ નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સિંઘલાએ ખોટું કર્યું હોવાનું કબૂલ્યું - ભગવંત માન
સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંઘલા પરની કાર્યવાહી બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, "આમ આદમી પાર્ટીનો જન્મ પ્રામાણિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલે હંમેશા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સહન કરશે નહીં, પછી તે પોતાનો હોય કે અન્ય કોઈપણ હોય. આરોગ્ય મંત્રી સામે ભ્રષ્ટાચારના પુરાવા મળી આવતાં જ તેમને તુરંત બરતરફ કરવામાં આવ્યા હતા. એફઆઈઆર નોંધવાનો પણ આદેશ આપ્યો છે." ભગવંત માને દાવો કર્યો હતો કે સિંઘલાએ ખોટું કર્યું હોવાનું સ્વીકાર્યું છે.
મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો છે કે દેશના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ સીધા જ પોતાના મંત્રી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હોય. તેમણે કહ્યું કે અમારી સરકાર એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન નહીં કરે. પંજાબમાં લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પર ખરા ઉતરવું આપણી ફરજ છે.
કેજરીવાલ ભારત માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે - સીએમ
ભગવંત માને વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી ભારત પાસે અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે." તેને જડમૂળથી ઉખેડી નાખશે. આપણે બધા તેના સૈનિક છીએ. 1% ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. 2015 માં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમના એક મંત્રીને બરતરફ કર્યા હતા. આજે દેશમાં બીજી વખત આવું બની રહ્યું છે.