આ ઉપરાંત પંજાબ સરકારે હોટલ, રેસ્ટોરાં ખુલાવાના સમયમાં પણ બદલાવ કર્યો છે. પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિર્દેશો મુજબ દુકાનો અને શોપિંગ મોલ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. આ ઉપરાંત હોટલ-રેસ્ટોરેન્ટ અને દારૂની દુકાનો 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રવિવારે કજક લોકડાઉન રહેશે અને માત્ર જરૂરિયાતની સેવાઓની વસ્તુઓ ખૂલી શકશે.
મુખ્યમંત્રીએ કહ્યું, જે લોકો માસ્ક નહીં પહેરવાના નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તેમને સ્થળ પર માસ્ક પહેરીને એક કલાક સુધી ઉભા રહેવું પડશે. પંજાબમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં આજે 24 કલાક દરમિયાન કોરોનાના 61,537 કેસ નોંધાયા હતા અને 933 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,88,612 પર પહોંચી છે અને 42,518 લોકોના મોત થયા છે. દેશમાં 14,27,006 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે અને 6,19,088 એક્ટિવ કેસ છે.
28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, અભિનેતાએ કહી આ વાત