Operation Amritpal: છેલ્લા કેટલાર દિવસોથી પંજાબમાં ભાગેડુ જાહેર થયેલા અને આખા દેશમાં વૉન્ટેડ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને ગુરુવારે (20 એપ્રિલ) લંડન જતી વખતે અમૃતસર એરપોર્ટ પરથી પોલીસે અટકાયત કરી લીધી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટ પરથી બર્મિંઘમ ભાગવાની ફિરાકમાં હતી, આ સિલસિલામાં તે અમૃતસર એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ ગૃપ્ત માહિતીના આધારે એરપોર્ટ પર પહેલાથી જ હાજર રહેલી પોલીસે તેની અટકાયતમાં લઇ લીધી હતી, અને તેની પુછપરછ કરવાનું શરૂ કરી દીધુ હતુ. ઉલ્લેખનીય છે કે, કિરણદીપ કૌર પર ખાલિસ્તાની સમર્થકોને ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે.
આ આરોપો પર ધ્યાનમાં રાખતી કિરણદીપ કૌરને લઇને સુરક્ષા એજન્સીઓએ લૂક આઉટ સર્ક્યૂલર જાહેર કરી દીધુ છે, જે અનુસાર કિરણ પંજાબમાં જ રહેશે.
28 વર્ષની કિરણદીપ કૌર યુકેની નાગરિક છે અને તે પહેલેથી જ ખાલિસ્તાની સમર્થક છે. અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર માત્ર પંજાબ પોલીસ જ નહીં પરંતુ યુકે પોલીસના પણ રડારમાં હતી. અમૃતપાલ સાથે લગ્ન કરતા પહેલા જ તે અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસાના સંપર્કમાં હતી અને તેના પતિ અમૃતપાલ સિંહની આગેવાની હેઠળના WPD માટે ભંડોળનું મેનેજમેન્ટ કરતી હતી. આ હરકતોને કારણે તે 2020માં યુકે પોલીસના રડારમાં આવી ગઈ હતી.