નવી દિલ્લીઃ ગોવામાં 14 થી 17 ઓક્ટોબર સુધી બ્રિક્સ દેશોના સમ્મેલનમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેવાના છે. આ સાથે પુતિન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે 17માં ભારત-રૂસ સમિટનું પણ આયોજન કરવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદી અને પુતિન વચ્ચે આતંકવાદને લઇને મોટી વતચિત થઇ શકે છે. ભારતે POK માં ઘુસીને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો ત્યાર બાદ રૂસ અને પાક સેના વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ થયો હતો. જેનાથી એવું અનુમાન લગાવવામાં આવ્યું હતુ કે, રૂસ પાકિસ્તાન સંબંધો મજબૂત થઇ રહ્યા છે. પીએમ મોદી આ અનુમાન વચ્ચે ફરી રૂસ સાથે જૂના સંબંધોને મજબૂત કરવા પ્રયાસ કરી શકે છે. ભારતનો અમેરિકા તરફનો જૂકાવ વધી જતા રૂસ ભારતથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેથી રૂસે પાકિસ્તાન સાથે પોતાના સંબંધો આગળ વધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.