નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં આ વખતે વર્ષના અંતમાં ચૂંટણી યોજાવવાની છે, વર્ષના અંતમાં યોજનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય હિમાચલ પ્રદેશ યાત્રા પર કાંગડા પહોંચ્યા છે. પહેલા જ દિવસની યાત્રામાં નડ્ડાએ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠુકુરની સાથે એક રૉડ શૉમાં ભાગ લીધો હતો. આ રૉડ શૉ કાંગડા જિલ્લાના નગરોટા બંગવા બજારમાં લગભગ એક કિલોમીટર સુધી ચાલ્યો. આ રૉડ શૉ બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને જયરામ ઠાકુર આ વિસ્તારમાં એક રેલીમાં સામેલ થયા હતા. 


બીજેપી નેતાઓએ બતાવ્યુ કે આ રેલીમાં લગભગ 20 થી 25 હજાર લોકો સામેલ થયા છે. વળી આ રેલીમાં એક અનોખો પ્રયોગ પણ જોવા મળ્યો. આ રેલીમાં જે બસો પહોંચી હતી, તે બસોની આગળ એક ક્યૂઆર કૉડ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી, કે રેલીમાં કયો નેતા કેટલી ભીડ એકઠી શક્યો છે. 


બતાવવામાં આવી રહ્યુ છે કે આ ક્યૂઆર કૉડ દ્વારા જ કેટલાય લોકોની ટિકીટ નક્કી થવાની છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીજેપી આગામી દિવસોમાં પોતાની તમામ રેલીઓમાં આ ક્યૂઆર કૉડનો ઉપયોગ કરવા જઇ રહી છે. 


જોકે, બીજેપી નેતાઓએ આ વાતને કેમેરાની સામે માનવાનો ઇનકાર કરી દીધો. હિમાચલના વન મંત્રી રાકેશ પઠાનિયાએ કહ્યું કે, આવુ કોઇ જ કારણ નથી. આ ક્યૂઆર કૉડ એટલા માટે લગાવવામાં આવ્યા છે, જેથી રેલીમાં સંગઠિત રીતે લોકો પહોંચી શકે, કોઇને કોઇ પરેશાની ના થાય. 


વળી, પઠાનિયાએ ક્યૂઆર કૉડનો ટિકીટ વિતરણ સાથે જોડાયેલા સવાલનો ઇનકાર કરી દીધો. તેને કહ્યું કે, ટિકીટ મળવા અને ના મળવા સાથે આને કોઇ સંબંધ નથી. કેમ કે અમે રેલી વ્યવસ્થિત રીતે આયોજિત કરીએ છીએ, એટલે અમે આ કૉડ લગાવ્યો છે. 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક