અખિલેશ યાદવને મોટો ફટકો, કોમી એકતા દળ સપામાં જોડાયુ
abpasmita.in | 06 Oct 2016 05:36 PM (IST)
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં સીએમ અખિલેશને મોટો ફટકો લાગ્યો છે. તેમનો વિરોધ હોવા છતાં કોમી એકતા દળ સમાજવાદી પાર્ટીમાં વિલય થઈ ગયુ છે. અગાઉ મુખ્યમંત્રી અખિલેશ યાદવની જીદ આગળ પાર્ટીના દિગ્ગજોને ઝૂકવું પડ્યું હતું, અને કોમી એકતા દળ પાર્ટીમાં વિલય થતું અટકાવ્યું હતું. આ વિલય પર શિવપાલ યાદવે કહ્યું કે મુલાયમ સિંહે વિલયનો નિર્ણય કર્યો હતો. તેના માટે અખિલેશ પાસેથી પણ સલાહ લેવામાં આવી હતી. સાથે તેમને એ પણ કહ્યું હતું કે નેતાજી (મુલાયમ સિંહ યાદવ)એ કહી દીધું તો સમજો વિલય થઈ ગયુ. જો કે તેમને એ પણ સ્પષ્ટ કર્યું કે વિલયનો નિર્ણય હાલના સમર્થનની સાથે થયો છે.