મુંબઈ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રાજકારણ ગરમાયું છે. પુલવામા હુમલા મુદ્દે સતત ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પુલવામાં હુમલામા શહીદ થયેલા જવાનોને "રાજનીતિક શિકાર" ગણાવતા મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું, 'જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે'.

કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સહમતી વ્યક્ત કરતા રાજ ઠાકરેએ કહ્યું, 'પુલવામાં હુમલાના સમયે PM મોદી કોર્બેટ નેશનલ પાર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં પરંતુ આતંકી હુમલાની ખબર આવ્યા પછી પણ તેમનું શૂટિંગ ચાલુ રહ્યું હતું'.

વાંચો : માયાવતી-અખિલેશે કૉંગ્રેસને આપ્યો વધુ એક ઝટકો, UP બાદ અન્ય બે રાજ્યોમાં કર્યું ગઠબંધન, જાણો

રાજ ઠાકરેએ આ દરમિયાન મોટો દાવો કરતા કહ્યું, જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે. રાજ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા માધવ ભંડારીએ જણાવ્યું કે રાજ ઠાકરે પોતાના આખા કરિયરમાં મિમિક્રી કરતા આવ્યા છે. હવે તેઓ અજિત ડોભાલ પર આરોપો લગાવી રાહુલ ગાંધીનું અનુકરણ કરી રહ્યા છે.