નવી દિલ્હીઃ દેશમાં 25 મેથી પોતાની એક તૃતિયાંશ ક્ષમતા સાથે ઘરેલુ ઉડાન શરૂ થઈ છે. આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જુદી જુદી એરલાઈને દાવો કર્યો હતો કે પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે કોવિડ-19 વિરૂદ્ધ તેમના તમામ સાવચેતી અને સુરક્ષાની વ્યવસ્થા ચુસ્ત છે.


પરંતુ પહેલા જ દિવસથી જ આ ઉડાનોમાં કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે. ઘરેલુ અને ઇન્ટરનેશનલ ઉડાનો મળીને અત્યાર સુધીમાં 7 ફ્લાઈટમાં 17 કોરોના પોજિટિવ કેસ મળી આવ્યા છે.

ત્રણ દિવસમાં ભારતમાંથી ચાર ઉડાનોમાં 12 સંક્રમિત પ્રવાસી મળી આવ્યા છે. સ્પાઇસ જેટની એક જ ઉડાનમાં 2 કોરોના સંક્રમિત દર્દી મળ્યા છે. એલાયન્સ એરમાં પણ એક સંક્રમિત મળી અવ્યા છે. ઉપરાંત એર ઇન્ડિયાના બે ક્રૂ મેમ્બરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

જણાવીએ કે, દેશમાં લોકડાઉનની વચ્ચે બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ 25 મેથી ઘરેલુ ઉડાન સેવા પણ શરૂ થઈ છે. અંદાજે બે મહિના સુધી ઉડાનો બંધ રહ્યા બાદ ઘરેલુ વિમાન સેવા દેશભરમાં શરૂ થઈ ગઈ છે. આ દરમિયાનપ્રવાસીઓમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાને લઈને તેમનાં મનમાં ડર પણ છે. ગાઈડલાઈન્સ અનુસાર પ્રવાસીઓને યાત્રા શરૂ થયાના 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવાનું રહેસે. માત્ર એ જ પ્રવાસીને એરપોર્ટ ટર્મિનલ પર એન્ટ્રી મળશે જેની ફ્લાઈટ 4 કલાક બાદ અથવા તેનાથી ઓછા સમયની અંદર હોય. ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રવાસીઓ માટે માત્ર ઓનલાઈન ચેક ઇન એટલે કે વેબ ચેક-ઇનની જ સુવિધા મળી રહી છે.