નવી દિલ્હીઃ કોરોનાના કહેરનો સામનો કરી રહેલ ભારત માટે માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખરાબ રહ્યો છે. બુધવારે 1173 લોકોના મોત સાથે જ ભારતમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 82,628એ પહોંચી ગઈ છે. તેમાંથી 33,255 લોકોના મોત (33.7 ટકા) સપ્ટેમ્બર મહિનામાં જ થયા છે. ઓગસ્ટ મહિનામાં 28,859, જુલાઈમાં 19,122 અને જૂનમાં 11,988 અને મેમાં 4267 લોકોના મોત કોરોનાને કારણે થયા હતા.

બુધવારે કોરોના વાયરસના 86,768 નવા કેસ આવ્યા છે અને ભારતમાં કોરોના કેસોની સંખ્યા 63 લાખને પાર કરી ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોના વાયરસના 26.24 લાખ કેસ આવ્યા હતા જે કુલ કેસોની સંખ્યા 41 ટકા છે. ઓગસ્ટ મહિનામાં કોરોના વાયરસના 19.87 લાખ કેસ આવ્યા હતા. ભારતમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 9.47 લાખ છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ બાદ કર્ણાટક એવા ત્રણ રાજ્યો છે જ્યાં કોરોના વાયરસના 6 લાખથી વધારે કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 18,317 કેસ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 18317 નવા કેસ સાથે જ કુલ કેસની સંખ્યા 13,84,446 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, પ્રદેશમાં 481 લોકોના મોત થયા જેમાં આ કોરોનાથી અત્યાર સુધી મરનારા લોકોની કુલ સંખ્યા 36,662 થઈ ગઈ છે.

મુંબઈમાં કોરોનાના નવા 2654 કેસ સામે આવ્યા જેથી અહીં કોરોના કુલ કેસની સંખ્યા વધીને 2,05,268 થઈ ગઈ છે જ્યારે 46 લોકોના મોત સાથે મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 8929 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, આ જ રીતે મુંબઈ ડીવિઝનમાં કુલ 5743 નવા કેસ સામે આવવા સાથે કુલ કેસની સંખ્યા 4,81,103 થઈ ગઈ છે. અહીં કુલ 15,851 લોકોના મોત થયા છે.