અધિકારીઓએ જણાવ્યું કે, આ લીક કેંસરની દવાઓના કારણે થઈ હતી, જે એર ફ્રાંસના વિમાનમાંથી આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘રેડિયોએક્ટિવ લીક ખબૂ મામૂલી હતું અને તેને લઈને ચિંતાની કોઈ વાત નથી.’
ફાયરબ્રિગેડના અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું, ‘વિમાન મથકે સવારથી લગભગ 10.45 વાગે મેડિકલ સાધનથી શંકાસ્પદ રેડિયોએક્ટિવ પદાર્થ લીક થવાનો ફોન આવ્યો હતો. ‘તેમને વધુમાં કહ્યું કે, એર ફ્રાંસથી આવેલા આ મેડિકલ સાધનને કાર્ગો ટર્મિનલ પર રાખવામાં આવ્યો હતો.
સૌથી પહેલા એરપોર્ટથી ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓએ આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવી લીધો હતો અને ફાયરબ્રિગેડના અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ જથ્થાને ટર્મિનલ મોકલ્યો હતો. જ્યારે પોલીસે જણાવ્યું કે, ‘આ વિસ્તાર મુસાફરોના વિસ્તારથી 1.5 કિલોમીટર દૂર હતો. આ વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે અને તેની ઘેરાબંદી કરી દેવામાં આવી છે.’