નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. રાફેલ મામલે દાખલ થયેલી પુનર્વિચાર અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કેસની સુનાવણી કરતાં કહ્યું કે રિવ્યૂનો સ્કૉર સીમિત હોય છે.


જસ્ટિસ સંજય કિશન કૌલે આ મામલે કહ્યું કે, એફઆઇઆર કે તપાસની જરૂર નથી, રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' વાળા નિવેદન મામલે માફીનો કોર્ટે સ્વીકાર કરી લીધો છે.

રાહુલ ગાંધીને લઇને જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોઇપણ જાતની પુષ્ટિ કર્યા વિના આરોપીએ પીએમ વિશે કોર્ટના હવાલો આપીને આવી વાત કહી. ભવિષ્યમાં ધ્યાન રાખો. આટલા જવાબદાર રાજકીય સ્થિતિવાળા વ્યક્તિએ સાવધાન રહેવુ જોઇએ.

કોર્ટે કહ્યું કે, અમારી સામે વિના શરત માફી રાખવામાં આવી, અમે આનો સ્વીકાર કરીએ છીએ, કોર્ટે રાહુલ ગાંધી ઠપકો આપતા કહ્યું કે, મોટી રાજકીય પાર્ટીના નેતાએ જવાબદારી રાખવી જોઇએ, ભવિષ્યમાં સાવધાન રહો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કોર્ટનો હવાલો આપીને પીએમ નરેન્દ્ર મોદીને ચૌકીદાર ચૌર હૈ કહ્યું હતું. આ મામલે બીજેપી નેતા મિનાક્ષી લેખી કોર્ટમાં ગઇ હતી.