જમ્મુ-કાશ્મીર: અનંતનાગ-બડગામમાં થયેલી અથડામણમાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ
abpasmita.in Updated at: 27 Sep 2018 06:09 PM (IST)
NEXT PREV
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામ અને અનંતનાગ જિલ્લામાં આજે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે. બડગામમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળતા સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને પોલીસની વિશેષ ટીમે જોઈન્ટ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન જામિયા મસ્જિદમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા અનંતનાગમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. બીજી તરફ શાહાબાદમાં પણ સુરભાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થી ગયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં એક સૈનિક શહીદ થયો હતો.
સર્ચ અપરેશન દરમિયાન એક નાગરિકનું પણ મોત થઈ ગયું છે. મૃતક શખ્સની ઓળખ સલીમ તરીકે થઈ છે. સ્થાનીક લોકોનો આરોપ છે કે સેના દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં સલીમનું મોત થયું છે. સલીમના મોતથી રોષે ભરાયેલા સ્થાનીક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો. જોકે સેનાના અધિકારીઓ અનુસાર આ સ્પષ્ટ નથી થયું કે સલીમનું મોત સેના દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં થઈ કે આતંકીવાદીઓની.