પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, જેએનયૂમાં થયેલી હિંસા વિરુદ્ધ એભિનેત્રીનું ઊભા રહેવું, એ દર્શાવે છે કે કેટલા લોકો માટે સત્ય, સ્વતંત્રતા અને ન્યાય માત્ર ભારે ભરખમ શબ્દ જ નથી, પરંતુ એવા આદર્શ છે જેના માટે ત્યાગ આપી શકાય છે.
રાજને પોતાના બ્લોગમાં લખ્યું કે, દેશના ટૉપ યુનિવર્સિટીઓમાંથી એક જવાહરલાલ નેહરું વિશ્વ વિદ્યાલય(જેએનયુ)માં બુકાનીદારી હુમલાવરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો અને તોડફોડ કરવાના સમાચાર છે અને પોલીસ દ્વારા તેમને જરાક પણ ન રોકવું ચિંતાજનક છે.
જેએનયુ હુમલા બાદ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલી દીપિકા પાદુકોણનું નામ લીધા વિના રાજને કહ્યું કે, પોતાની નવી ફિલ્મ છપાકનું જોખમ ઉઠાવીને એક્ટ્રેસે આપણે બધાને પ્રેરિત કર્યા છે કે, આપણે તે જોવું જોઈએ કે વાસ્તવમાં દાવ પર શું લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરીએ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પીડિત વિદ્યાર્થીઓને મળવા જેએનયુ પહોંચી હતી. જ્યાં તેમણે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આયશી ઘોષ સાથે મુલાકાત કરી હતી. તેના બાદ દીપિકા પાદુકોણ બીજેપીના નિશાન પર આવી ગઇ અને કેટલાક નેતાઓએ તેના વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે અને સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મ 'છપાક' નો બોયકોટ કરવા લાગ્યા. જો કે ફિલ્મ શુક્રવારે રીલિઝ થઈ ગઈ છે.
જેએનયુ હિંસા પર અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, જોયા અખ્તર, રાહુલ બોઝ સહિત કેટલાય ફિલ્મ સ્ટાર વિરોધ પ્રદર્શનમાં ઉતરીને વિદ્યાર્થીઓ સાથે મારપીટની નિંદા કરી હતી.
દીપિકાની ફિલ્મ ‘છપાક’ પર સંકટ, વકીલને ક્રેડિટ નહી આપો તો લાગશે રોક
અખિલેશ યાદવે દીપિકાની ફિલ્મ 'છપાક'નો શો બૂક કર્યો, કાર્યકર્તાઓને ફ્રીમા બતાવી ફિલ્મ