નવી દિલ્લી: આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન આજે નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરશે. આ નાણાકીય નીતિ રઘુરામ રાજનની ગવર્નર તરીકે છેલ્લી પોલીસી રજૂ કરશે. કારણ કે રાજન 4થી સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યાં છે.
હાલના સંજોગોને જોતા વ્યાજદરમાં કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહીં છે. છેલ્લી પોલીસી સમીક્ષામાં રાજન ભાવિ રણનીતિની જાહેરાત કરશે કે કેમ તે બાબત પણ ઉપયોગી રહીં શકે છે..અપ્રિલ મહિનામાં પોલીસી સમીક્ષાના વ્યાજદરમાં સુધારો કરવામાં આવ્યા બાદ છેલ્લી પોલીસી સમીક્ષામાં વ્યાજદર યથાવત રહ્યાં હતા.