મુંબઈઃ પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્ણણનું કહેવું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ રાહુલ દ્રવિડની જોડી ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં ઘણી મહત્વની હશે. લક્ષ્મણે કહ્યું કે, જો ભારતીય ક્રિકેટ ટીમ તમામ ફોર્મેટમાં સફળ થવું હશે તો ગાંગુલી અને દ્રવિડની જોડી બની રહે તે ખૂબ જરૂરી છે.

લક્ષ્મણે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેકટેડમાં કહ્યું, આ ખૂબ સારું છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ રાહુલ દ્રવિડ વચ્ચે ભાગીદારી ખૂબ જરૂરી છે. જો ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં સફળ થવું હશે તો આ ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે.

ભારતના મહાન કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલી અને ધ વોલ તરીકે ઓળખતા રાહુલ દ્રવિડે 20 જૂન 1996ના રોજ એક સાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચમાં ગાંગુલીએ સદી ફટકારી હતી, જ્યારે દ્રવિડ સદી બનાવવાથી માત્ર પાંચ રન દૂર રહી ગયો હતો.

ગાંગુલીએ ડેબ્યૂ ટેસ્ટમાં 301 બોલ પર 131 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 20 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રાહુલ દ્રવિડે 267 બોલનો સામનો કરી છ ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા.