નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજસ્થાના ડુંગરપુરના સાગવાડામાં સામાન્ય જનસભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિજય માલ્યાએ પોતે કહ્યું છે કે દેશ છોડતા પહેલા તે તત્કાલીન નાણાંમંત્રી અરૂણ જેટલીને મળીને ગયા હતા. ભાજપ સરકારને ખબર હોવા છતાં પણ મૌન છે. રાહુલે કહ્યું કે, પીએમ મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવે છે પણ હું કહ્યું છે કે ‘ગલી ગલી મે શોર હે, દેશનો ચોકીદાર ચોર હૈ’.


વિધાનસભા ચૂંટણીના મેદાનમાં કાર્યકર્તાઓમાં જીતનો મંત્ર ફૂકવા માટે કૉંગ્રેસ અધ્યક્ષ સાગવાડા આવ્યા હતા. અહીં મંચ પર રાહુલ ગાંધીએ કૈલાસ માનસરોવર યાત્રાનો હવાલો આપતા હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.

રાહુલ ગાંધીએ જનતાને સંબોધન કરતા કહ્યું કે, જે દિવસે સચિન પાયલટ અને અશોક ગહેલોત એકસાથે બાઈક પર બેઠા હતા તે દિવસેજ હું સમજી ગયો હતો કે હવે ચૂંટણી જીતી ગયા છે. રાહુલે કહ્યું થોડા દિવસ પહેલા મે અખબારમાં એક ફોટો જોયો હતો. જેમાં સચિન પાયલટ બાઈક ચલાવી રહ્યા હતા અને ગહલોત પાછળ બેઠા હતા. કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જે મિત્રતા થઈ તેનું મોટું કારણ એ છે કે અમે એક વાત સમજી લીધી છે કે સરકારથી જનતાને દુ:ખ દર્દ છે. કૉંગ્રેસે જનતાની જવાબદારી લીધી છે. જનતાની અવાજે કૉંગ્રેસને એકજૂથ કરી છે.

ભાજપના પોસ્ટર્સ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી અને વસુંધરાના પોસ્ટર અને જાહેરાત પર કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. સરકાર ચાર પાંચ ઉદ્યોગપતીઓ માટે ચાલે છે. પાંચ સાત હજાર લોકો માટે મોદીજીએ બૂલેટ ટ્રેન પર એક લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. પરંતુ કૉંગ્રેસ જે રેલ પોરિયોજના 2000 કરોડની શરૂ કરી હતી તે બંધ કરી દીધી. કૉંગ્રેસની સરકાર આવશે તો ફરી રેલ યોજના શરૂ કરીશું.

નોટબંધીને લઇને ફરી સરકાર પર પ્રહાર કરતા કહ્યું નોટબંધીની લાઈનમાં માત્ર ગરીબ લોકો હતાં સૂટ-બૂટવાળા કોઈ નહતા. નવ હજાર કરોડની ચોરી કરનારા માલ્યા દેશના નાણાંમંત્રીને મળ્યા હતા. ચોરને ભાગવાની તક આપનારને જેલમાં નાખવા જોઈએ.

મનરેગાએ કરોડોનું જીવન બદલ્યું છે અને પીએમ મોદી કહે છે કે કૉંગ્રેસ લોકો પાસે ખાડા જ ખોદાવ્યા છે. આ સરકારે રોજગાર માટે શું કર્યું ? યુવાનોને રોજગારી આપવા પર અમારી સરકારની પ્રાથમિકતા રહેશે. બે કરોડને રોજગાર આપવા અને મેક ઈન ઇન્ડિયા સ્કીમ પિટાઈ ગઈ. રાજસ્થાનની સરકારને મોદીજી, સિંધિયાજી અને તેમના પૈસા પણ નહીં બચાવી શકે. રાજસ્થાનમાં જનતાની સરકાર બનશે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, જનતા પર ગબ્બર સિંહ ટેક્સ લગાવી દીધો. પરંતુ યૂપીના ખેડૂતોનું દેવું માફ નથી કર્યું. હું પોતે મોદીજીના ઓફિસમાં જોઈને મળ્યો હતો. મોદીજી એક શબ્દ પણ બોલ્યા નથી. માત્ર 15-20 લોકોના અચ્છે દિન આવ્યા, ખેડૂતો અને નાના દુકાનદારો રડી રહ્યા છે. અમારી સરકાર આવશે તો ગબ્બર સિંહ ટેક્સની જગ્યાએ જીએસટી લાગુ કરવામાં આવશે.